નડિયાદના મોગલકોટ વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય : રખડતા પશુઓ અને શ્વાનના ત્રાસથી સ્થાનિકો તેમજ વિદ્યાર્થીઓ પરેશાન સરદાર પટેલ હાઈસ્કૂલ પાસેના મુખ્ય માર્ગ પર ગંદકીથી અવરજવર મુશ્કેલ.નડિયાદ શહેરના મોગલકોટ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગંદકી અને રખડતા પશુઓની સમસ્યાએ માઝા મૂકી છે. આજે આ સમસ્યામાં વધારો થયો છે અને ગટરના ગંદા પાણી મુખ્ય માર્ગો પર ઉભરાતા સ્થાનિક રહીશો તેમજ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.