અમદાવાદના વિવિધ જ્વેલર્સ શો-રૂમમાં ગ્રાહક બનીને સોનાની વીંટીઓ સેરવી લેતી શાતિર મહિલાને નરોડા પોલીસે ઝડપી પાડી છે. શનિવારે 12 કલાકે પોલીસે જણાવ્યું કે, મહિલા પોતાની પાસે સોના જેવી જ દેખાતી બગસરાની વીંટીઓ રાખતી અને સેલ્સમેનની નજર ચૂકવી અસલી સોનાની વીંટી ઉઠાવી એની જગ્યાએ નકલી વીંટી પધરાવી દઈ ફરાર થઈ જતી હતી.