છોટાઉદેપુર: ધારાસભ્યની રજૂઆત રંગ લાવી, ફરી ત્રણ રસ્તાઓ નવા મંજૂર થયા, કયા રસ્તાઓ મંજૂર થયા? જુઓ
છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ફરી એક વખત રજૂઆત રંગ લાવી છે. ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ રાજ્ય સરકાર અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને કરેલી રજૂઆતના પગલે છોટાઉદેપુર વિધાનસભાના અલગ અલગ ગામોમાં ત્રણ જેટલા નવા રસ્તાઓ મંજુર કરાયા છે. ધારાસભ્યની રજૂઆતના પગલે રસ્તાઓ મંજુર થતાં ધારાસભ્ય રાજ્ય સરકાર અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નો આભાર વ્યક્ત કર્યો છે.