વઘઇ: મોટીદબાસ ગામમા વન્યપ્રાણીના હુમલાથી મૃત્યુ પામેલ સ્વ. જીતેશભાઈ જાદવના પરિવારજનોને સહાય અર્પણ કરી
ડાંગના ધારાસભ્ય વિજય પટેલ ના મત વિસ્તાર ૧૭૩ - ડાંગ માં આવેલ મોટીદબાસ ગામમા વન્યપ્રાણીના હુમલાથી મૃત્યુ પામેલ સ્વ. જીતેશભાઈ જાદવના પરિવારજનોને ડાંગના ધારાસભ્ય વિજય પટેલે મળી શાંત્વના પાઠવી વન વિભાગના અધિકારી અને ગામના આગેવાનોની ઉપસ્થિતમાં પરિવારને મૃતક સહાયનો ૧૦ લાખનો ચેક અર્પણ કર્યો હતો.