ઓપરેશન પરાક્રમ હેઠળ સોશિયલ મીડિયા પર વધતા હનીટ્રેપ ગુનાઓ સામે જિલ્લા પોલીસે પણ ખાસ ડ્રાઇવ શરૂ કરી છે ત્યારે ફેસબુક પરથી મિત્રતા કરી યુવકને માલસર નજીક બોલાવી ગેંગએ ખોટી પોલીસ ઓળખ આપી અપહરણ કર્યુ હોવાના એક ગુનાનો પોલીસે ભેદ ઉકેલ્યો છે. પહેલા તો આરોપીઓ એ ફરીયાદીને ડ્રગ્સ કેસમાં ફસાવાની ધમકી આપી 9 લાખની ખંડણી માંગી હતી.અંતે 7 લાખ ઉગારી લીધા હતા.તકનીકી પુરાવાથી વડોદરા ગ્રામ્ય પોલીસે મુખ્ય આરોપી હાર્દિક ઉર્ફે લાલો શેઠને ઝડપી પાડ્યો છે.