કામરેજ: મુજલાવ ગામે આંટાફેરા મારી રહેલ દીપડો પાંજરે પુરાયો.
Kamrej, Surat | Oct 29, 2025 મુંજલાવ ગામે ફરી એકવાર દીપડો પાંજરે પુરાયો છે. છેલ્લા કેટલાક સમયથી ખેતરાડી વિસ્તારમાં દીપડાની અવરજવર જોવા મળતી હતી, જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ હતો.વનવિભાગની ટીમે દીપડાને પકડવા માટે મુંજલાવ ગામના ખેતરાડી વિસ્તારમાં પાંજરું ગોઠવ્યું હતું. મારણની| આશાએ દીપડો આ પાંજરામાં ફસાયો હતો.