થાનગઢ: થાનગઢ ખાતેથી વરલી મટકાનો જુગાર રમાડતો શખ્સ ઝડપાયો
થાનગઢ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તેવા સમયે મોટા તળાવની પાળ પાસે એક શખ્સ વરલી મટકાનું જુગાર રમાડતા હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો કરી જેઠાભાઈ ઉર્ફે ભગત રાજાભાઈ ગોગીયાને વરલી મટકાના સાહિત્ય અને રોકડ ૧૨૦૦ રૂપિયા સાથે ઝડપી ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.