રાજકોટ પૂર્વ: પુષ્કર ધામ ચોક પાસે આવેલ જશોદા ડેરીનો વિડીયો વાયરલ થતાં આરોગ્ય વિભાગ આવ્યું એક્શન મોડમાં, તપાસ હાથ ધરવામાં આવી
રાજકોટમાં તહેવારની મોસમમાં એક તરફ લોકો મીઠાઈ ખાવાના શોખીન હોય છે, ત્યારે બીજી બાજુ રાજકોટમાં જાહેર આરોગ્ય સાથે ચેડાં થવાની ગંભીર ઘટના સામે આવી છે. જેમાં શહેરનાં યુનિવર્સિટી રોડ નજીક પુષ્કર ધામ ચોક પાસે આવેલ જશોદા ડેરીની મીઠાઈમાં ઇયળ નીકળી હોવાનો ગ્રાહક દ્વારા આક્ષેપ કરાયો છે. જેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે ત્યારે રાજકોટ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.