ઝઘડિયા: ડેપોમાં સમયસર બસ નહીં મૂકતા વિદ્યાર્થીઓ તેમજ મુસાફરો રોષે ભરાયા.
#jansamasya
ભરુચ જિલ્લાના ઝઘડીયા એસટી વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. જેના કારણે રોજિંદા મુસાફરી કરનારા મુસાફરો, વિદ્યાર્થીઓ, અને નોકરી-ધંધા અર્થે જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સમયસર બસો ન આવવાથી અને ક્ષમતા કરતાં વધુ મુસાફરોને બસમાં ભરવાથી મુસાફરોનો જીવ જોખમમાં મુકાયો છે.