સ્વચ્છતા હી સેવા –૨૦૨૫” અંતર્ગત બોટાદમાં સ્વચ્છતા સંવાદ કાર્યક્રમ યોજાયો
Botad City, Botad | Sep 30, 2025
ભારત સરકારશ્રી દ્વારા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ (૨ ઓક્ટોબર) નિમિતે સમગ્ર દેશમાં સ્વચ્છતા માટેના જનઆંદોલનની ઉજવણી કરવાનો આહ્વાન કરવામાં આવ્યું છે. આ વર્ષે સ્વચ્છ ભારત મિશનનાં ૧૧ વર્ષ પૂર્ણ થવા નિમિતે “સ્વચ્છતા હી સેવા – ૨૦૨૫”ને સ્વચ્છોત્સવ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. તા. ૧૭ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર, ૨૦૨૫ સુધી સ્વચ્છતા હી સેવા પખવાડિયાની ઉજવણી થઈ રહી છે. આ અભિયાન અંતર્ગત બોટાદ સ્થિત સ્વામી વિવેકાનંદ સેવા સદન ખાતે સ્વચ્છતા સંવાદ કાર્યક્રમ યોજાયો