આવતીકાલે રવિવારની રજા હોવાથી ઓફિસો બંધ રહેશે ત્યારે ઈન્ડિગો ફ્લાઈટ ચાલુ - બંધ અંગે અનેક મુસાફરો પૂછપરછ માટે પણ કાઉન્ટર પર પહોંચી ગયા હતા. સમગ્ર એરપોર્ટ મુસાફરોના માલ સામાનથી ભરાઈ જતા પેસેન્જરને પણ ચાલવાની જગ્યા ક્યાંય મળતી ન હતી. તમામ મુસાફરોના ચહેરા પર ગુસ્સો અને ચિંતા સ્પષ્ટ જણાતી હતી. આમ એરપોર્ટ પર રીતસરની અફરા-તફરીનો માહોલ જોવા મળી રહ્યો હતો.