કપરાડા: રોજગાર મેળા યુવા વર્ગ માટે બન્યા આશાનું કિરણ, કપરાડાની યુવતી નોકરી મેળવી આત્મનિર્ભર બની
યુવાનો દેશનું ઉજ્જવળ ભવિષ્ય ગણાય છે, યુવાનો ભણી ગણીને અથવા કોઈ સ્કીલ કેળવીને આત્મનિર્ભર બને તે માટે રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે જિલ્લાની રોજગાર અને વિનિમય કચેરી દ્વારા વખતોવખત રોજગાર મેળાનું આયોજન કરવામાં આવે છે.