ડીસાના દાડમ વેપારી સંતોષકુમાર ઉર્ફે સંજયભાઈ માળીની હત્યાના ગુંનામાં નામદાર થરાદ સેશન કોર્ટએ તા.10/12/25 ના રોજ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સરકારી વકીલ એડ્વોકેટ આર.ડી. જોષીની કાનૂની ધારદાર રજૂઆતો અને સાયન્ટિફિક પુરાવાઓના આધારે આ કારસાની સજા નક્કી કરવામાં આવી છે. કોર્ટએ બન્ને આરોપી કિરણ ઠાકોર અને રમેશ નાનજીને આજીવન કેદ સાથે રૂા. ૧ લાખ ૫૦ હજારનો દંડ ફટકાર્યો છે. દંડ ભરાયો તો તેમાંના રૂા. ૨ લાખ પીડિત વેપારીની પત્ની અને સંતાનોને આપવાનો આદેશ પણ થયો છે.