માળીયા હાટીના: કમોસમી વરસાદને લીધે થયેલ નુકસાની અંગે સરકારે કરી સહાય ની જાહેરાત,પાણીધ્રા ગામના ખેડૂતો એ આપી પ્રતિક્રિયા
કમોસમી વરસાદથી થયેલા નુકસાન પછી ધરતીપુત્રોને સંવેદનાનો સહારો મળ્યો છે કેમ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોની વેદના સાંભળી અને સરકારની મોટી જાહેરાત અસરગ્રસ્ત ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા દસ હજાર કરોડનું ઐતિહાસિક સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ખેડૂતોએ સરકારનો આભાર માન્યો છે અને ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવે તેમાં તમામ મગફળી તેમજ ઘાસચારાની સુવિધા સરકાર દ્વારા કરવામાં આવે તેવી માંગ કરી છે