પૂર્વ કચ્છ પોલીસ દ્વારા બુટલેગર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ ભચાઉના બુટલેગર અશોકસિંહ બાલુભા જાડેજા, ભગીરથસિંહ દુર્ગાસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ જાડેજા વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ત્રણેય આરોપીઓ વિરુદ્ધ 10થી વધુ પ્રોહિબિશન ગુનાઓ નોંધાયેલ છે.