ગોધરા શહેરના મેડ સર્કલ પાસે ચાની લારી પાછળ આંકડાનો જુગાર રમાડતા એક ઇસમ સામે શહેર બી ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી હતી. પેટ્રોલિંગ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે રોયલ હોટલ સામે ચાની લારી પાછળ જુગાર ચાલી રહ્યો છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે 23 ડિસેમ્બરના રોજ મોડીસાંજે છાપો માર્યો હતો. રેઇડ દરમિયાન અસલમ અબ્દુલ સત્તાર પોપીડા નામનો ઇસમ ઝડપાયો હતો. તેની પાસેથી આંકડા લખેલી સ્લિપબુક અને રૂ. 530 રોકડ મળી આવી હતી. પોલીસે રોકડ મુદામાલ કબજે લઈ જુગારધારા હેઠ