કાલોલ: કોંગ્રેસ હાઉસ ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જીલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
કાલોલ કોંગ્રેસ હાઉસ ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જીલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ.જેમાં જીલ્લા અને તાલુકા પંચાયતનાં ચૂંટણી લડવા તૈયારી દર્શાવતા ઉમેદવારોને લઈને ચર્ચા કરવામાં આવી હતી.જેમાં પ્રદેશમાંથી જે પ્રમાણે સૂચનાઓ આપવામાં આવી છે તે મુજબ ઉમેદવારો પસંદ કરવાની પ્રકિયા કોંગ્રેસ પક્ષે શરૂ કરી છે.કોંગ્રેસ દ્વારા સક્ષમ, ચૂંટણી જીતી શકે તેવા અને યુવા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે તેવું કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું.