ભરૂચની જંબુસર ચોકડીથી મહંમદપુરા રોડ ઉપર ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખી નગર પાલિકાની ટીમ બૌડાની ટીમ સર્વે માટે નીકળ્યા છે.અમુક કાચા દબાણ છે જે હટાવવાની શરૂઆત કરી હતી.સાથે જે વેપારીઓએ દુકાન બહાર કરેલ દબાણ અને શેડ કાઢ્યા હોઈ તેઓને શેડ હટાવવા સૂચના આપી છે.બે દિવસ બાદ તેઓ સ્વંયમ હટાવશે નહીં તો તેવા દબાણો દૂર કરવામાં આવશે.જે બાદ ફરી દબાણો નહીં થાય તે માટે સતત મોનિટરીંગ પણ કરવામાં આવશે.