પંચાયતી રાજમાં અન્યાય સામે કેશોદ તાલુકામાં અભૂતપૂર્વ બળવો ફાટી નીકળ્યો છે.કેશોદના તમામ 53 ગામોના સરપંચોએ વહીવટી તંત્ર અને સરકારની નીતિઓ સામે મોરચો ખોલ્યો છે.GeM પોર્ટલ મારફતે ખરીદીમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો, GST કપાતમાં ભેદભાવ અને પંચાયતોની સ્વાયત્તતા પર તરાપના મુદ્દે સરપંચોએ આગામી 15 અને 16 જાન્યુઆરી માં યોજાનારી ગ્રામસભાનો સામૂહિક બહિષ્કાર કરવાની ચીમકી આપી છે.આ આંદોલન પંચાયતી રાજના ઇતિહાસમાં પ્રથમ વખત જોવા મળી રહ્યું છે.