આજરોજ અંજાર પોલીસે 'મિશન ફ્યુજિટિવ' ઓપરેશન ચલાવી મિલકત સંબંધી ગુનાના અન્ય એક લિસ્ટેડ આરોપીને પકડી પાડયો છે.પોલીસ ટીમે હ્યુમન સોર્સના આધારે છેલ્લા અઢી વર્ષથી નાસતા ફરતા આરોપી પરેશ વિનોદભાઈ ઠકકરને અંજારમાંથી ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આરોપી પરેશ ઠકકર જમીનના ગુનામાં 'પંકજ હુકુમત ભોજવાણી' નામનું ખોટું નામ ધારણ કરી ફરાર થયો હતો. આ કામગીરી અંજાર પીઆઇ એ.આર ગોહિલ અને સ્ટાફ દ્વારા કરવામાં આવી છે