કોંગ્રેસના નેતાઓ તેલની બોટલ,ચણાના પેકેટ લઈ આજરોજ કલેકટર કચેરી પહોંચ્યા,
Mahesana City, Mahesana | Nov 3, 2025
ગુજરાતમાં સગર્ભા માતા-મહિલાઓને પોષણક્ષમ આહાર મળી રહે એ માટે સરકાર દ્વારા "માતૃશક્તિ યોજના"હેઠળ સગર્ભા માતાઓને દર મહિને જરૂરી કીટ આપવામાં આવે છે.પરંતુ મહેસાણા જિલ્લામાં સગર્ભા માતાઓને આ કીટ આપવામાં ન આવતી હોવાના આક્ષેપ સાથે મહેસાણા કોંગ્રેસ દ્વારા આજરોજ આ યોજના ચાલુ કરી સગર્ભા માતા બહેનોને જરૂરી અને પૂરતી કીટ આપવામાં આવે એ માટે આજે જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.