નવસારીના સિંધી કોલોની સ્થિત ગુરૂનાનક નગર સિંધી પંચાયત હોલ ખાતે આવતીકાલે બુધવારના રોજ શ્રી ગુરૂનાનક દેવનો ૫૫૬ મો જન્મોત્સવ મોટા ઉત્સાહ અને શ્રદ્ધાભાવે ઉજવાશે. સોમવારના રોજ શરૂ કરાયેલા શ્રી અખંડ પાઠ સાહેબની પૂર્ણાહુતિ બુધવારે સવારે ૧૧ વાગ્યે થશે. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે તેજસ્વી તારલાઓનું સન્માન સિંધી સમાજ દ્વારા કરવામાં આવશે.