નવસારી શહેરના રંગુનનગર કમેલા વિસ્તારમાં આવેલ “કરીશ્મા ગાર્ડન” એપાર્ટમેન્ટના રહીશોએ બિલ્ડર હિતેષ બાલકિષ્ન અમીન અને તેમના ભાગીદારો વિરુદ્ધ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ગંભીર આક્ષેપો સાથે લેખિત અરજી નોંધાવી છે. રહીશોના જણાવ્યા મુજબ બિલ્ડરે પ્રોજેક્ટ દરમિયાન આપેલા વચનો ને લઇ બોલાચાલી થઈ જે અંગે અરજી કરવામાં આવી છે.