નવસારી: ધારાસભ્ય રાકેશ દેસાઈના ઘરે સ્માર્ટ મીટર લગાવાયું અધિકારીઓ ઉપસ્થિત રહ્યા
નવસારીમાં ધારાસભ્ય રાકેશ દેસાઈના ઘરે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું હતું આ દરમિયાન dgvcl ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. લોકોમાં સ્માર્ટ મીટર અંગે જાગૃતિ આવે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ વચ્ચે સ્માર્ટ મીટર ધારાસભ્યના ઘરે લગાવીને લોકોને સંદેશ આપ્યો હતો. મંગળવારે 11.15 કલાકે અધિકારીઓ રાકેશ દેસાઈના ઘરે પહોંચ્યા અને સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ધરી