ગણદેવી: પેરા ખાતે નવસારીમાં ધન્વંતરી દિવસની ભાવપૂર્વક ઉજવણી — આરોગ્ય માટે પ્રેરણાસ્રોત કાર્યક્રમ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય હેઠળના નિયામકશ્રી આયુર્વેદી ગાંધીનગર તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય કાજલબેન મઢીકરનાં માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયત નવસારી દ્વારા પેરા (ભવાણી મંદિર) ખાતે ધન્વંતરી દિવસની ઉજવણી યોજાઈ હતી. કાર્યક્રમમાં આરોગ્યના દેવતા ભગવાન ધન્વંતરીની વિધિવત પૂજા અને ધન્વંતરી યજ્ઞ કરવામાં આવ્યા હતા. વૈદ્ય કાજલબેન મઢીકરે ધન્વંતરી દિવસના મહત્વ અને આરોગ્ય જાગૃતિ વિષે માર્ગદર્શન આપ્યું હતું.