જૂનાગઢ: ઝાંઝરડા રોડ પર આશાપુરા ગરબી મંડળ દ્વારા 38 વર્ષથી ચાલતી પ્રાચીન ગરબી,નાની બાળાઓ દ્વારા હજુ પણ કરાય છે માતાજીની આરાધના
નવરાત્રી દરમિયાન અર્વાચીન ગરબીઓ જોવા મળે છે ત્યારે જુનાગઢ શહેરમાં હજુ પણ પ્રાચીન ગરબીઓ જીવંત છે જૂનાગઢના ઝાંઝરડા રોડ સાંઈબાબા મંદિર પાસે આશાપુરા ગરબી મંડળ દ્વારા છેલ્લા 38 વર્ષ થી વધુ સમયથી ગરબી યોજાય છે અહીં નાની બાળાઓ માતાજીની આરાધના કરે છે.અને પ્રાચીન પરંપરાઓ પણ જોવા મળે છે.