માંડવી: માંડવી ચારરસ્તા ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સંઘ શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી
Mandvi, Surat | Oct 6, 2025 માંડવી તાલુકામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સંઘ શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી. વિજયા દશમીના પાવન પર્વ નિમિત્તે માંડવી હાઈસ્કૂલ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પથ સંચલનનું આયોજન પણ કરાયું.આ પ્રસંગે માંડવી તાલુકાના કાર્યવાહ પરિમલભાઈ ચૌધરી અને સુરત જિલ્લાના સંઘચાલક ડો. ધ્રુવિતભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય વક્તા તરીકે નવસારી વિભાગ બૌદ્ધિક પ્રમુખ વિનોદભાઈ ચૌધરીએ વક્તવ્ય આપ્યું હતું.