ગણદેવી: બીગરી જિલ્લા પંચાયત સીટનો નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ ગોયદી-ભાઠલા ખાતે ભવ્ય રીતે યોજાયો
ગણદેવી તાલુકાની બીગરી જિલ્લા પંચાયત સીટ દ્વારા નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહનું ગોયદી-ભાઠલા ખાતે ભવ્ય આયોજન કરાયું. આ પ્રસંગે આપણા લોકલાડીલા માનનીય કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ સાહેબની આગેવાનીમાં કાર્યક્રમ યોજાયો હતો. સમારંભમાં બીગરી જિલ્લા પંચાયત સીટના સભ્યો, તાલુકા પંચાયત સભ્યો, ગ્રામ પંચાયતના સરપંચો તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહીને નવા વર્ષની શુભેચ્છાઓ આપી અને એકતા તથા વિકાસના સંકલ્પ સાથે કાર્યક્રમને સફળ બનાવ્યો.