નાનપુરા ની નામી ટ્રાઇસ્ટર હોસ્પિટલના ડિરેક્ટર અરૂણ મહેરા,અર્પિત મહેરા સહિત ત્રણ લોકો વિરુદ્ધ અઠવા પોલીસ ચોપડે 87 લાખથી વધુની છેતરપિંડી ની ફરિયાદ નોંધાઈ છે.પોલીસ ચોપડે નોંધાયેલ ફરિયાદ મુજબ,હાર્ટ સર્જરી માટે મોંઘા સાધનો પૂરા પાડતી અલગ અલગ એજન્સી પાસેથી મેડિકલ ઇક્વિપમેન્ટ ખરીદ્યા હતા.જેનું પેમેન્ટ નહીં કરતા ભોગ બનનારાઓએ અઠવા પોલીસ મથકમાં ફરીયાદ આપી હતી.જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.