વડોદરા: ફટાકડાની દુકાનો માટે કડક નિયમો : હવે 500 ચોરસ મીટરથી નાની દુકાનોને પણ ફાયર NOC ફરજિયાત
વડોદરા : આગામી દિવાળી તહેવાર પહેલાં જ ગુજરાત સરકારના ગૃહ વિભાગે ફટાકડા વેચાણ કરતી દુકાનોને લઈને કડક નિયમો જાહેર કર્યા છે.ગૃહ વિભાગે તમામ જિલ્લાઓના જિલ્લા મેજિસ્ટ્રેટો અને પોલીસ કમિશનરોને પરિપત્ર મોકલી સ્પષ્ટ કર્યું છે કે હવે ફટાકડાના પરવાના ઇશ્યુ, રિન્યુઅલ અને ઇન્સ્પેક્શન વખતે ફાયર સેફ્ટી NOC ફરજિયાત રહેશે. આ નિયમ 500 ચોરસ મીટરથી નાની દુકાનો માટે પણ લાગુ થશે.આ અંગે વડોદરા ફાયર અધિકારી અમિત ચૌધરીએ વધુ માહિતી આપી હતી.