જૂનાગઢ: કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલ નુકશાનીનું સર્વે કરી આર્થિક રાહત પેકેજ જાહેર કરવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખે કરી માંગ
જુનાગઢ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે.જેના કારણે જુનાગઢ જિલ્લાના આર્થિક દેવાના ડુંગર નીચે દબાયેલા જગતના તાત ખેડૂતને તૈયાર થયેલ પાક મોલનું સદંતર નુકસાન થયેલ છે. અને પાણીના પૂરમાં તણાઈ ગયેલ છે જેથી જગતના તાત ખેડૂતને પાક મોલની મોસમ તૈયાર થયા પછી કમોસમી વરસાદના કારણે મોઢે આવેલ કોડિયો છીનવાઈ ગયેલ છે.જેને લઇ ખેડૂતને તાત્કાલિક ધોરણે વળતર ચૂકવવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરાએ માંગ કરી છે.