આજરોજ 20 ડિસેમ્બરને શનિવારે કડી તાલુકાના ઘુમાસણ ગામે ₹4 કરોડના ખર્ચે નવની અદ્યતન પ્રાથમિક શાળા ભવનનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કર્યું હતું.ગામનાં જીવણસિંહ જુવાનસિંહ સોલંકી પરિવારે આ શાળા નિર્માણમાં રૂ.1.51 કરોડનું માતબર રકમ નું દાન આપ્યું હતું.તેનાં સન્માનમાં શાળાનું નામકરણ જીવણસિંહજી જુવાનસિંહજી સોલંકી પ્રાથમિક શાળા આપવામાં આવ્યું છે.ગામના લોકો દ્વારા બાળકોને ગુણવત્તા યુક્ત શિક્ષણ અને સુવિધાઓ મળી રહે તે માટે અધ્યતન શાળા બનાવાઈ છે.