ખેરગામ: મંત્રી નરેશ પટેલના ચીખલી નિવાસસ્થાને આજુબાજુના વિસ્તારના લોકોએ શુભેચ્છાઓ પાઠવી
દિવાળી, નૂતન વર્ષ તેમજ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રાલયમાં નરેશ પટેલ નો સમાવેશના પ્રસંગે, ચીખલી નિવાસસ્થાને આજુબાજુના વિસ્તારના વડીલો, સરપંચશ્રીઓ, સામાજિક આગેવાનો, ગ્રામજનો અને કાર્યકર્તાઓ શુભેચ્છા મુલાકાતે પધાર્યા અને અભિનંદન પાઠવ્યા. સૌના અપાર સ્નેહ, શુભકામનાઓ અને આશીર્વાદ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.