આજે તારીખ 20/10/2025 સોમવારના રોજ સાંજે 9 કલાક સુધીમાં દિવાળી તહેવારના અનુસંધાને દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસની શી-ટીમ દ્વારા માનવતાભર્યો ઉપક્રમ હાથ ધરાયો. શહેરના વિવિધ વિસ્તારોમાં જઈને જરૂરિયાતમંદ લોકોમાં મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું.પોલીસની આ માનવતાભરી કામગીરીથી તહેવારની ખુશીઓ દાહોદના દરેક વર્ગ સુધી પહોંચાડવાનો સંદેશ આપ્યો.દિવાળી જેવા પવિત્ર તહેવારે શી-ટીમે “સેવા સાથે સંવેદના”નો સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું.