વાંકાનેર: વાંકાનેર નજીકથી ઝડપાયેલ 53 લાખનાં વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલા આરોપીના જામીન મંજૂર કરતી હાઇકોર્ટ…
Wankaner, Morbi | Sep 17, 2025 વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ગત તા. ૦૭ ઓગષ્ટના રોજ વાંકાનેર શહેર નજીક વઘાસીયા ટોલનાકા પાસેથી એક આઇસર ટ્રકમાં ડુંગળીના કટ્ટાઓ નિચેથી 53 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હોય, જે બનાવમાં પોલીસે આરોપી મોહમદઉસ્માન મોહંમદઉંમર મેવુની ધરપકડ કરી જેલ હવાલે કરતાં આરોપીએ પોતાના વકીલ હાર્દિકસિંહ ચંપાવત, કિરીટસિંહ સિસોદીયા, મયુરસિંહ પરમાર મારફતે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં જામીન માટે અરજી કરતાં નામદાર કોર્ટ આરોપીના શરતી જામીન મંજુર કર્યા છે.