ઉમરગામ: ઉમરગામ તાલુકા સહિત વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદે ડાંગરના પાકને ભારે નુકસાન
વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી પડેલા કમોસમી વરસાદે ખેડૂતોને ભારે આર્થિક ફટકો આપ્યો છે. જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં મુખ્ય પાક તરીકે લેવાતા ડાંગરને ભારે નુકસાન થયું છે.