25 ટન સુધીના વજનની ક્ષમતા ધરાવતા 6 વ્હિલના વાહનોને ઢાઢર નદીના બ્રિજ ઉપરથી પસાર થવા દેવાની છૂટ આપવામાં આવી છે. આ નિર્ણયથી નાના કોમર્શિયલ વાહનોના સંચાલકોને મોટી રાહત મળી છે. જોકે 25 ટનથી વધુ વજન ધરાવતા ભારદારી વાહનો માટે પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે. આ પ્રતિબંધ બ્રિજની સુરક્ષા અને જાળવણીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. આ ભારે વાહનો માટે અગાઉ જાહેર કરાયેલા રૂટ ડાયવર્ઝન યથાવત રહેશે.