પારડી: પોલીસે પાતળીયા ચેક પોસ્ટ પાસેથી જ્યુપિટર મોપેડ પર લઈ જવા તો 11,718 રૂપિયાના દારૂ સાથે મહિલાને ઝડપી પાડવી
Pardi, Valsad | Sep 16, 2025 મંગળવારના 3:50 કલાકે નોંધાયેલી ફરિયાદની વિગત મુજબ પારડી પોલીસની ટીમ કલસર પાતળીયા ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ કરી રહી હતી. જે દરમિયાન દમણ તરફથી એક જુપીટર મોબાઈલ નંબર જીજે 15 ઇજે 96 78 ઉપર એક મહિલા આવતા તેને ઉભી રાખી તપાસ કરતા મોપેડ માંથી કુલ 78 નંગ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને મોપેડ મળી કુલ 41,718 રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ યશોદાબેન સાજનભાઈ પટેલને ઝડપી પ્રોહિબિશન અંગે પારડી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી છે.