માલપુર: માલપુર-બાયડમાં ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા નિ:શુલ્ક આરોગ્ય કેમ્પનું આયોજન.
માલપુર-બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાના પ્રેરણાદાયી પ્રયાસથી માલપુર,બાયડ અને જીતપુર ખાતેની CHC ખાતે આવનારી 19 અને 23 તારીખે નિ:શુલ્ક આરોગ્ય કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું છે. કેમ્પમાં સ્ત્રીરોગ,બાળરોગ, માનસિક રોગ,આંખની તપાસ, ચામડીના રોગ,જનરલ સર્જન તથા કાન-નાક-ગળાની સારવાર જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ જણાવ્યુ હતુકે જાહેર જનતાને આ આરોગ્ય કેમ્પનો વધુમાં વધુ લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો.