કપરાડા: "દારૂ છોડો, સંસાર જોડો” – વ્યસન મુક્તિ પદયાત્રા નાનાપોંઢામાં જન જાગૃતિનો સંદેશ
નાનાપોંઢા ગામથી ખૂંટલી તરફ “દારૂ છોડો, સંસાર જોડો” વ્યસન મુક્તિ પદયાત્રાનું આયોજન થયું હતું. પદયાત્રામાં ગામના યુવાનો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. આ યાત્રાનો હેતુ સમાજમાંથી દારૂ તથા અન્ય વ્યસનો દૂર કરી સ્વસ્થ, સુખી અને સંયમિત જીવન તરફ જનજાગૃતિ ફેલાવવાનો હતો.