ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણાના માર્ગદર્શન હેઠળ થાન તાલુકાના તરણેતર ગામે ગેરકાયદેસર કાર્બોસેલ ખનન પર મામલતદાર ટીમે દરોડો પાડ્યો. કાર્યવાહીમાં અંદાજે 5 ટન કોલસા, ટ્રેક્ટર-ટ્રોલી અને ચરખી સેટ સહિત રૂ. 8 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. કૂવામાંથી 5 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને ખાણ-ખનિજ અધિનિયમ હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.