ઉધના: સુરત-ઉધના સ્ટેશને ટ્રેનો અને ભીડમાં તોડયો રેકોર્ડ,128 સ્પેશ્યલ ટ્રેન, 2 લાખ મુસાફરો વતનમાં પહોંચ્યા
Udhna, Surat | Oct 26, 2025 દિવાળી અને છઠ પૂજાનો તહેવાર નજીક આવતાં પરપ્રાંતિયો પોતાના પરિવાર સાથે વતનમાં ઉત્સવ ઉજવી શકે એ માટે ભારતીય રેલવે દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.આ વર્ષે સુરત-ઉધનાથી 128 સ્પેશ્યલ ટ્રેન દોડાવાઈ હતી, જેમાં 2 લાખથી વધુ મુસાફરોની મુસાફરી થઈ છે અને નવો રેકોર્ડ સ્થાપિત થયો છે. પશ્ચિમ રેલવેના DRM પંકજ સિંહ અને વેસ્ટર્ન રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનિત અભિષેકે જણાવ્યું કે લગભગ 2,500 ટ્રિપ્સમાં 80 જેટલી સ્પેશ્યલ ટ્રેન દોડાવી છે.