વાંકાનેર: લાંબી મથામણના અંતે વાંકાનેરના નવાપરા પાસે સમજાવટ બાદ હાઇવે પરથી ટ્રાફીક જામ હટ્યો, સ્થિતિ કાબૂમાં લેવા પરસેવો છુટ્યો...
Wankaner, Morbi | Oct 21, 2025 વાંકાનેરના નવાપરા ખાતે ગત મોડી રાત્રીના સામાન્ય બાબતમાં યુવાનની ઘાતકી હત્યાનો બનાવ બન્યો હોય, ત્યારે આ મામલે આજરોજ મંગળવારે સવારે ૧૨ વાગે મૃતક યુવાનના પરિવારજનો અને સ્થાનિક નાગરિકો દ્વારા તમામ આરોપીઓને સ્થળ પર લાવી જાહેરમાં સરભરા કરવાની માંગ સાથે વાંકાનેર-મોરબી હાઇવે પર ચક્કાજામ સર્જ્યો હતો, જેમા પોલીસ દ્વારા ત્રણ કલાક કરતાં વધારેની જહેમત બાદ અંતે ચાર વાગે ચક્કાજામ હટ્યો હતો