આમ આદમી પાર્ટીના પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ કાયનાત અંસારી આથાએ ભાજપ સરકારના મંત્રીમંડળ વિસ્તરણ પર વાત કરતા જણાવ્યું હતું કે જિલ્લો ચલાવવા માટે આપણને એક આઈએએસ ઓફિસરની જરૂરત પડતી હોય છે, તો શું રાજ્યને ચલાવવા માટે હોમ મિનિસ્ટર અને નાયબ મુખ્યમંત્રી પદ પર આઠ પાસ વ્યક્તિ ચાલે? આપણા રાજ્યમાં સરકાર મહિલાઓને સારી શિક્ષા, સારી આરોગ્ય વ્યવસ્થા અને સુરક્ષા આપવામાં નિષ્ફળ ગઈ છે. તો હવે સરકારમાં પણ મહિલાઓ સાથે અન્યાય થઈ રહ્યો છે.