ગઢડા: એમ એમ હાઇસ્કુલ ખાતે નવરાત્રી પર્વની ભવ્યાતી ઉજવણી કરવામાં આવી
Gadhada, Botad | Sep 29, 2025 ગઢડા કેળવણી સમાજનાપ્રમુખશ્રી સંજયભાઈ ઠાકર તેમજ એમ.એમ હાઇસ્કુલના આચાર્ય શ્રી ડો. સી કે કાનાણીના માર્ગદર્શન તળે શક્તિ પર્વ અને ભક્તિ પર્વ એવા ગુજરાતની અસ્મિતા સમાન ગરબા ઉત્સવ એટલે કે નવરાત્રી મહોત્સવનું ભવ્યાતિ ભવ્ય આયોજન એમ એમ હાઇસ્કુલના પટાંગણમાંઆ પર્વ દરમિયાન આશરે 350 થી વધારે વિદ્યાર્થીઓએ માં અંબે ની સ્તુતિ સાથે ભાગ લીધો