રાજ્યમાં સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા અન્ય વિદ્યાર્થી પર હિંસક હુમલોની ઘટના સામે આવતી હોય છે, ત્યારે વડોદરાના ઉંડેરા વિસ્તારમાં ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે જાહેરમાં રોડ પર મારામારી કરતાં હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. વીડિયોમાં જોવા મળે છે કે, ઝઘડો કરી રહેલા વિદ્યાર્થીઓ એકબીજાને ઢીકાપાટુનો માર મારી રહ્યા છે.