પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી રસોડામાં દાટી દીધો: મીઠું નાખી ડેડબોડીના ટુકડા દાટી દઈ માથે ટાઇલ્સ લગાવી દીધી, પોલીસે દોઢ વર્ષ પછી હાડપિંજર કાઢ્યું આજથી દોઢ વર્ષ પહેલાં 'દૃશ્યમ' ફિલ્મ જેવી જ એક ઘટના અમદાવાદમાં બની હતી. પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી લાશ રસોડામાં દાડી દઈને બીજા દિવસે સિમેન્ટનું ફ્લોરિંગ કરી દીધું હતું. ત્યાર બાદ પતિ ગુમ થયો.