કલોલ નગરપાલિકા દ્વારા બીજા દિવસે પણ મિલકત સીલ કરાઈ. કલોલ શહેરમાં આવેલા બે જીનના બાકી ટેક્સ મામલે દુકાનો સીલ
Kalol City, Gandhinagar | Oct 7, 2025
કલોલ નગરપાલિકા દ્વારા બીજા દિવસે પણ મિલકત સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કલોલ શહેરમાં આવેલા બે જીનના બાકી ટેક્સ મામલે પણ સીલની કામગીરી હાથ ધરવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી કલોલ નગરપાલિકા દ્વારા મિલકત ધારકો ને ટેક્સ ભરવા અપીલ કરાઈ હતી.અપીલ બાદ નોટિસ પણ આપવામાં આવી હતી પરંતુ છેલ્લે મિલકત ધારકો દ્વારા ટેક્સ ન ભરતા બીજા દિવસે પણ દુકાનો સિલ કરવાની ફરજ કલોલ નગરપાલિકા પડી હતી.