ગોધરા: શહેર બી ડિવિઝન પોલીસમથકના પશુધારા ગુન્હામાં ફરાર આરોપીને ગૌ-રક્ષા સ્કવોડ દ્વારા અકસા મસ્જિદ પાસેથી ઝડપી પાડવામાં આવ્યો
ગોધરા શહેર બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પશુધારા ગુન્હામાં ફરાર આરોપીને જિલ્લા ગૌ-રક્ષા સ્કવોડે ઝડપી લીધો છે. પંચમહાલ પોલીસના નિર્દેશ મુજબ સતત પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે આસીફ ઇદ્રીશ હયાત સાતપુલ અકસા મસ્જિદ પાસે હાજર છે. બાતમીના આધારે પોલીસે કોર્ડન કરી તેને ધરપકડ કર્યો. આરોપી સામે ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ હેઠળ ગુન્હો નોંધાયેલો છે અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.