જુનાગઢ તાલુકાના ગલિયાવાડ ગામના રહેવાસી સાહીલભાઇ કારાભાઇ સીડાએ જુનાગઢમાં રહેતા કારો ઉર્ફે ઉવેશ હોલેપોત્રા પાસેથી હાથ ઉછીના આપેલા પૈસા પરત માંગતા આરોપીએ પૈસા આપવાની ના પાડી હતી. આ બાબતે કારો ઉર્ફે ઉવેશ હોલેપોત્રા તથા અરમાનબાપુ સૈયદ ઉશ્કેરાઈ ગયા હતા અને ફરી સાથે ઝઘડો કરી ભુંડી ગાળો આપી જપાજપી કરી હતી. બાદમાં ફરી મોટરસાયકલ લઇ પોતાના ઘરે જતા હતા ત્યારે પાછળથી કાળા રંગની એક્ટીવા પર આરોપીઓ આવ્યા હતા.